વરસી વરસીને હળવી થઈ જાય…

 

આવે અદેખાઇ આ વાદળીઓની….

વરસી વરસીને હળવી થઈ જાય…

ને પછી દોડે હળવીફૂલ આમતેમ…..

મનોઆકાશે ઘનઘોર  વાદળીઓ…

વરસુ વરસુ કરતા ના વરસે…

વરસે ફ્ક્ત એકાદ માવઠુ બનીને..

ને રહે ગોરમ્ભાયેલુ  ગોરમ્ભાયેલુ…

વરસી જાઉ ધોધમાર અનરાધાર….

વહી જાઉ અવિરત નિરવ….

બની જાઉ હળવી ભારહિન…

About darshikashah

i am holding Ph.D degree in Botany,i have passion for nature and i am much interested in gujarati literature particularly poems.....i am also writing gujarati poems..... i am nature lover and it reflects in my creations....i am based at Vatvruksh nagri of Gujarat....ya i am staying in Vadodara...
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment