શુ લઈ જઈશુ ભાથુ…….

બનાવી લો સુચી,શુ લઈ જઈશુ સથવારે..

શુ લઈ જઈશુ ભાથુ મોટા પ્રવાસે….

ખાલી હાથ આવ્યા ખુલ્લા ખાલી હાથ જઈશુ..

લઈ જઈશુ તો…..

બસ….

સત્કર્મોની સુવાસ,સદભાવનાનુ ભાથુ…

સ્નેહસિક્ત સમ્બન્ધોની મહેક,ને ઢગલાબન્ધ યાદો…

લઈ જઈશુ તો…..

બસ….

ભાર વિનાનુ તદ્દન હળવુ મન…

નિર્મળ,નિશ્ચછલ સ્નેહસભર ભવનુ ભાથુ…

મુકીને જઈશુ તો…

બસ….

આ તારુ ને આ મારુ

ઇર્ષ્યા દ્વેષ્ના રોગો…

બની મીઠી મધુરી યાદો..

રહીશુ જીવંત સદા સૌના હૈયામા….

 

બનાવી લો સુચી,શુ લઈ જઈશુ સથવારે..

શુ લઈ જઈશુ ભાથુ મોટા પ્રવાસે….

ખાલી હાથ આવ્યા ખુલ્લાખાલી હાથ જઈશુ..

 

Advertisements
Posted in Uncategorized | 1 ટીકા

સાથી વિના સંગી વિના

પડછાયો પંડનો પણ છોડે જ્યાં સાથ ન આવે કોઇ સંગી સાથી ત્યાં સાથ એકલાં જ આવ્યા એકલાં જ જવાના સાથી વિના સંગી વિના એકલાં જ જવાના
મોહ માયાના તોડી બંધન ઉડી જશે હંસલો રહી જશે નિષ્પ્રાણ જડશરીર
છાણ દર્ભની પથારી ફૂલોની ચાદર
અંતિમ સવારી ચાર ખભે
હોમાઇ જશે શરીર ફેરવાઈ જશે રાખના ઢગલામાં સાચે જ રાખના રમકડાં..

Posted in Uncategorized | Leave a comment

વસંતથી પાનખર સુધી

વસંતથી પાનખર સુધી પાંગરતું જાય જીવન

વસંતે મહોરે,ખિલે લહેરાય જીવન

કળી થી પુષ્પના ખિલવા સુધી પાંગરતું જાય જીવન

આળસ મરડી ખિલે પુષ્પ મહેંકે જીવન

વસંત થી પાનખરની સફર..

“હયાત” થી “હતા”ની સફર..

ખિલવા થી ખરવા ની સફર..

ઉષ્મા ભર્યા ગુલાબી હસ્ત થી ઉષ્માહિન ભૂરા હસ્ત સુધી

બંધ પલકો તળે સપનાઓની ભરમાર

ખુલ્લી આંખોમાં પ્રતિબિંબાતી સ્થગિત જિંદગી

વસંત એટલે ખિલવું મહોરવું

વસંત એટલે જીવન…

પાનખર એટલે ખરવું સંકેલવું..

પાનખર એટલે મૃત્યું

 

Posted in Uncategorized | 1 ટીકા

રોજ એક દિવસ ઉગે નવો

રોજ એક દિવસ ઉગે નવો વણથંભી રફ્તાર…. સારો દિવસ,નરસો દિવસ… કોતરાઇ જાય કેટલાંક દિવસ કેલેંડરના તારિખીયામાં જ્ન્મદિવસ.. લગ્નદિવસ… મરણદિવસ… અંકાતા જાય સારા માઠાં દિવસો.. સુતા રાત્રે…ન જાણીએ કેવો ઉગશે દિવસ
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે? માણી લો હરદિન માણી લો હરપળ માનીને છેલ્લો દિવસ જિંદગીનો.. છૂટે ક્યારે સાથ જિંદગીનો…ને ક્યારે લંબાય હાથ મોતનો…..

Posted in Uncategorized | Leave a comment

તું જિંદગી

જે ચહેરા જોઈને બાળપણથી યુવાન થયા.

જે હાથ પકડીને પા પા પગલી ભરતા શિખ્યા

વ્હાલથી માથે ફરતા એ હાથ

આંખોના ઉંડાણથી ઉભરાતો એ સ્નેહ

એ દરકાર એ ચિંતા એક જ લોહીનો એ અહેસાસ

આમ સાવ અચાનક

તું કેમ છીનવી લે જિંદગી?

આમ સાવ અચાનક

તું કેમ રિસાઇ જાય જિંદગી?

ઉર્મિઓથી ઉષ્માથી ભરેલી ભરેલી ઉછળતી જિંદગી

આમ સાવ ઠંડીગાર..હિમ શી

મૃત્યું ને તાબે કેમ થઇ જાય જિંદગી?

“હયાતી”ના ઉત્સવને “હતા”ના માતમમાં કેમ બદલે તું જિંદગી?

Posted in Uncategorized | Leave a comment

રોજ એક દિવસ ઉગે નવો

રોજ એક દિવસ ઉગે નવો

વણથંભી રફ્તાર….

સારો દિવસ,નરસો દિવસ…

કોતરાઇ જાય કેટલાંક દિવસ

કેલેંડરના તારિખીયામાં

જ્ન્મદિવસ..

લગ્નદિવસ…

મરણદિવસ…

અંકાતા જાય સારા માઠાં દિવસો..

સુતા રાત્રે…ન જાણીએ કેવો ઉગશે દિવસ

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે?

માણી લો હરદિન માણી લો હરપળ

માનીને છેલ્લો દિવસ જિંદગીનો..

છૂટે ક્યારે સાથ જિંદગીનો…ને ક્યારે લંબાય હાથ મોતનો…..

 

 

 

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

કેવો છે આ માણસ

કેવો છે આ માણસ

સમયને પણ વહેંચે ટુંકડાંઓમાં

કરે નામકરણ…

વિતેલી પળ…ભૂતકાળ…

ચાલી રહેલી પળ…વર્તમાનકાળ..

આવી રહેલી પળ….ભવિષ્યકાળ

અને ગુંચવી નાખે સમયને…

બાંધી સાંકળે વિતેલા સમયને

દોડે પાછળ આવનારા સમયની

દોડે દોડે તેજ રફ્તારે…હાંફતો રહે

પણ હોય જ્યાં નો ત્યાં..

ના પહોંચે કશે…ના પામે કશું

ને વાગોળે ભૂતકાળ

કરે ચિંતા ભવિષ્યની..

ભુલે જિંદગી જીવવી વર્તમાનની..

કેવો છે આ માણસ

જીવન જીવવાની કળા તું શિખવાડ હવે તું એને જિંદગી…

 

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

મુખવટા

અનેક મુખવટા ધારી આ માનવ

સજાવે જીંદગીનો રંગમંચ આ માનવ

બનાવતો રહે ને બદલતો રહે અનેકાનેક મુખવટા આ માનવ

એક પછી એક ભજવે નિત નવા પાત્રો આ માનવ

ઓઢી વિધ વિધ મુખવટા સંતાડે સાચી લાગણી આ માનવ

અનેક મુખવટા ધારી આ માનવ

મુખવટાના ભાર તળે ખોવાયો સાચકલો ચહેરો આ માનવનો

આયનામાં પ્રતિબિંબાતો ચહેરો ઓળખવા અશકિતમાન આ માનવ

દંભ, કૃત્રિમતા, ભૌતિકતા થકી લેપાતો ને લોપાતો  ચહેરો આ માનવનો

વ્યકિત વ્યક્તિએ ભિન્ન ભિન્ન મુખવટા

અનેક મુખવટા ધારી આ માનવ

અલગ અલગ મુખવટા ઓઢીને અહીં તહીં ભટકતા આ માનવ

 

 

 

Posted in Uncategorized | Tagged | 2 ટિપ્પણીઓ