Monthly Archives: નવેમ્બર 2010

ના જાણુ હુ…

ના જાણુ હુ કોઇ કાવાદાવા, કે ના જાણુ હુ કોઇ દાવપેચ, ના જાણુ હુ દુનિયાવી આંટીઘુંટી, જાણુ હુ નિર્મલ પ્રેમ વહાવવાનુ, ના દુભાવુ કોઇ નુ દિલ, ના દુખાવુ કોઇ નુ મન, ઇર્ષા,દ્વેષ ને લાલચને ફરકવા ના દઉ મારી પાસે, મુઠ્ઠી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

લાગણીવન

લીલીછ્મ લાગણીઓના વન લહેરાય છે…. નિર્દોષ,નિર્ભેળ,નિસ્વાર્થ્,નિરામય લાગણી લહેરાય છે .. ફક્ત લાગણી જ લાગણી લીલીછ્મ લાગણી લહેરાય છે.. ના કોઈ અપેક્ષા,ના કોઈ આકાન્ક્ષા,ના કોઈ સ્વાર્થ, ના કોઈ આપ લે વસ્તુની.લાગણી આપ, લાગણી લે, લીલીછ્મ લાગણી લહેરાય છે… ના કોઈ હુ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

માનવમન………………….

તાગી લેવાય સાગરના અતળ ઉંડાણ ના ક્ળાય માનવમનના અક્ળ ઉંડાણ થાકે મથી મથીને માનવી કળવા આ અકળ ઉંડાણ અક્થ્ય પરિશ્રમે પણ રહે અકળ આ ઉંડાણ ક્યાક સાગરથી પણ વિશાળ મન…. તો ક્યાક ખાબોચિયા સમ છિછરા મન… ક્યાક નિર્મલ નિશ્છલ મન…. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

દીકરી….

નાજૂકડી મઘમઘતી જૂઇની વેલ દીકરી…. મહેકાવે, શોભાવે  જીવનબાગ   દીકરી.. લપેટાય વિંટળાય સ્નેહથી નાજૂકડી દીકરી.. રહે અડગ દુનિયાવી ઝંઝાવાતોમા  દીકરી.. ઉભી અડીખમ દેતી સહારો કાન્ધે દીકરી… લજવાય શરમાય લજામણી શી દીકરી.. વ્હાલનો આખેઆખો દરિયો દીકરી.. લહેરાય સ્નેહ સમ્ન્દર સ્વપ્નીલ આંખે એની.. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઓહ,સ્વપ્ન સ્રુષ્ટિમા……

ઓહ,સ્વપ્ન સ્રુષ્ટિમા વિહરી આવી હુ અગાધ ગિરિકન્દરાઓમા વિખરાઈ ગઈ હુ ખળખળ વહેતા ઝરણાના સાદમા સમાઈ ગઈ હુ અત્યંતપ્રવાહિત વેગીલી જલધારા બની ગઈ હુ અસ્ખલિત જલધારાની જલશિકર બની ગઈ હુ ઉતુંગ ગિરિશિખરોને આમ્બી આવી હુ શીતળ પવનની સુગન્ધીત લહેર બની ગઈ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આ લો ખુલી ગયા યાદોના પટારા…

આ લો ખુલી ગયા યાદોના પટારા… પહોચી ગઈ ફરી બાળપણમા.. કડવી મીઠી યાદોની સફરે… આ લો થયા જીવંત સર્વે પાત્રો જાણે ચાલુ થઈ ગઈ ચલચિત્રની પટ્ટી આ વ્હાલા દાદા ને દાદી મીઠી… સમ્ભળાવતી વાર્તા કનૈયાની ઝુલતા ઝુલતા હિંચકે દાદા ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સ્વપ્નો…..

મેઘધનુષી સળવળતા અગાધ સ્વપ્નો…. ખુલ્લી આંખોના આકાશમાથી વિહંગ બની ઉડી જતા સ્વપ્નો… પતંગિયાની પાંખો જેવા રંગીન રુપકડા અપરમ્પાર સ્વપ્નો… નવોઢાની આંખમા આંજણ બની અંજાયેલા મીઠામધુરા સ્વપ્નો… ઝાંકળબિન્દુ જેમ બાષ્પ બની ઉડી જતા સ્વપ્નો…. ફુલની જેમ ખિલીને ખરી જતા સ્વપ્નો…. વરસાદી … Continue reading

Posted in Uncategorized | Leave a comment