મેન્યુફેક્ચરીંગ ડેટ……એક્ષ્પાયરી ડેટ

 

દરેક વસ્તુંની મેન્યુફેક્ચરીંગ ડેટ

 દરેક વસ્તુંની એક્ષ્પાયરી ડેટ

જન્મે દરેક મનુષ્ય એક્ષ્પાયરી ડેટ સાથે

ના જાણે કોઇ એ એક્ષ્પાયરી ડેટ

લગાવ્યો અનોખો બારકોડ સર્જનહારે

જાણે તો જાણે એ જ એકલો જીંદગીનો સુત્રધાર

વહેલી કોઇની,મોડી કોઇની

છે બધા પર એક્ષ્પાયરી ડેટ

સંઘરે ના કોઇ માલ એક્ષ્પાયરડ

કરો સગે વગે,પહોંચાડો અંતિમ સ્થાને

કરો ગારબેજ આ એક્ષ્પાયરડ માલ….

મેન્યુફેક્ચરીંગ ડેટ  એક્ષ્પાયરી ડેટ

વચ્ચે લંબાતી જાય જીંદગી………

 

 

 

 

 

 

 

Advertisements
Posted in Uncategorized | 1 ટીકા

સંગાથ ક્યાં છે?

 ખાલીપો ભરવા ક્યાં સંગાથ છે?

છૂટી ગયા સહું બાળપણના સંગાથી

મળે ઘણા સંગાથી જીવનપથ પર

પળભરના સંગાથી સહું

મૃગજળ શા સંગાથી સહું

સ્વાર્થના સંગાથી સહું

ઝંખે મન પળ પળનો સંગાથ

ક્યારેક મન જો ભરાઈ આવે તો

ઉલેચી દઉં ખૂણેખૂણો

મળે જો એવો સંગાથ

ને પછી ભરી દઉં ખાલીપો એના સંગાથે

પણ

ખાલીપો ભરવા ક્યાં છે એવો સંગાથ?

 

અસાઈડ | Posted on by | Leave a comment

બસ આમ જ જીવાતી જશે જીંદગી

બસ આમ જ જીવાતી જશે જીંદગી

 

આમ જ બસ આમ જ જીવાતી જશે જીંદગી

ભાવ અભાવમાં અટવાતા અટવાતા

બસ આમ જ જીવાતી જશે જીંદગી

બાળપણમા પિતાની છત્રછાયામાં

કિશોરવયે ભાઈઓની છાયામાં

પરણીને પતિની છત્રછાયામાં

ને વ્ર્રૂધ્ધાવસ્થામાં સંતાનોની છાયામાં

 આમ જ જીવાતી જશે જીંદગી

સવાર પછી બપોર

બપોર પછી સાંજ

સાંજ પછી રાત

પ્રહર પ્રહર લંબાતી જશે જીંદગી

ને ક્ષણ ક્ષણ જીવાતી જશે જીંદગી

બાળપણ થી તરુણાવસ્થા

તરુણાવસ્થા થી યુવાવસ્થા

યુવાવસ્થા થી પ્રૌઢાવસ્થા

પ્રૌઢાવસ્થા થી વ્રૂધ્ધાવસ્થા

જીવનની અવસ્થાઓ વટાવતી જશે જીંદગી

ક્ષણ ક્ષણ, પળ પળ,ક્લાકો

દિવસો, અઠવાડીયા,પખવાડીયા

મહિના,વરસો….

એમ જ સમયને કાપતી જશે જીંદગી

 આમ જ બસ આમ જ જીવાતી જશે જીંદગી

Posted in Uncategorized | 1 ટીકા

શુ લઈ જઈશુ ભાથુ…….

બનાવી લો સુચી,શુ લઈ જઈશુ સથવારે..

શુ લઈ જઈશુ ભાથુ મોટા પ્રવાસે….

ખાલી હાથ આવ્યા ખુલ્લા ખાલી હાથ જઈશુ..

લઈ જઈશુ તો…..

બસ….

સત્કર્મોની સુવાસ,સદભાવનાનુ ભાથુ…

સ્નેહસિક્ત સમ્બન્ધોની મહેક,ને ઢગલાબન્ધ યાદો…

લઈ જઈશુ તો…..

બસ….

ભાર વિનાનુ તદ્દન હળવુ મન…

નિર્મળ,નિશ્ચછલ સ્નેહસભર ભવનુ ભાથુ…

મુકીને જઈશુ તો…

બસ….

આ તારુ ને આ મારુ

ઇર્ષ્યા દ્વેષ્ના રોગો…

બની મીઠી મધુરી યાદો..

રહીશુ જીવંત સદા સૌના હૈયામા….

 

બનાવી લો સુચી,શુ લઈ જઈશુ સથવારે..

શુ લઈ જઈશુ ભાથુ મોટા પ્રવાસે….

ખાલી હાથ આવ્યા ખુલ્લાખાલી હાથ જઈશુ..

 

Posted in Uncategorized | 1 ટીકા

તાણાવાણા સમ્બન્ધોના….

 

થતા રહે અદલબદલ સમ્બન્ધોના તાણાવાણા….

રહે ગુંથાતા ને ગુંચવાતા સમ્બન્ધોના તાણાવાણા….

ઘડીક ગંઠાય છુટે ઘડીક સમ્બન્ધોના તાણાવાણા….

ક્યાક સન્ધાય ક્યાક તરડાય સમ્બન્ધોના તાણાવાણા….

ગુંચવાય,અટવાય માનવી સમ્બન્ધોના તાણાવાણામા….

રહે બદલાતી પરિભાષા સમ્બન્ધોના તાણાવાણાની….

એક જ સમ્બન્ધ ધરે નિતનવલા સ્વરૂપ

ક્યારેક ઇન્દ્રધનુષી સ્વપ્નીલ સમ્બન્ધો..

તો ક્યારેક પ્રપંચી સ્વાર્થી સમ્બન્ધો…

ક્યારેક મીઠામધુરા સ્નેહ સમ્બ્ન્ધો..

તો ક્યારેક કડવાશ ભર્યા સમ્બન્ધો..

કરોળીયાના જાળા સમ રચાતા સમ્બન્ધોના તાણાવાણા…

બદલાતા રહે સમીકરણો સમ્બ્અન્ધોના..

ઝંખે માનવી સદાય નિસ્વાર્થ,નિર્મલ નિર્દોષ સમ્બન્ધો….

 

Posted in Uncategorized | Leave a comment

જીંદગી એટલે…

જીંદગી એટલે…

જન્મવુ,ઉછરવુ,મોટા થવુ

ભણવુ,ગણવુ,પગભર થવુ,કમાવવુ,

પરણવુ,જણવુ,કુટુમ્બભર થવુ..

જીંદગી એટલે…

ભણાવવુ,ગણાવવું,કમાતા કરવા, પગભર કરવા,

પરણાવવા,પસ્તાવવા કુટુંબ વધારવુ..

 જીંદગી એટલે…

દેવ દર્શને જવુ,આંખ આડા કાન કરવા

પેંશન ખાવું,ગમ ખાવો

બીપી, ડાયાબિટીસને તાબે થવું

જીંદગી એટલે…

બગીચાના બાંકડે બેસવું

થોડુ ચાલવુ,થોડુ બોલવું

ઓછું ખાવું,ઓછું ઉંઘવું

લાફિંગ ક્લબ જવું

 જીંદગી એટલે…

ધીમે ધીમે,સાવ ધીમી ચાલે

મ્રુત્યુને તાબે થવું

Posted in Uncategorized | Leave a comment

મા

 

 

જગત સાથે નાતો જોડાવનારી

                                          એ અમીભયાઁ પ્રથમ સ્પર્શ થી,

જગનો પરિચય કરાવનારી,

મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર……..

રાતોની રાતો જાગતી.,

સતત સ્નેહ વરસાવતી,

દુ:ખ વેઠી સુખ વહાવતી  

મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર……..

તું નારાયણી તું પારસમણિ,

તારા સ્પર્શે સોનુ થતા તુજ બાળ,

મીઠી હૂંફે ઘણું શિખવાડતી,

મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર……..

કયારેક ડારતી, કયારેક મારતી,

પણ પછી તું જ આંસુ સારતી,

તારી મીઠી છાયામાં હું સંતાતી,

મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર……..

ઠંડી માં તું હૂંફાળી, ગરમીમાં શીળી,

તારા પાલવની સુવાસે, એમા હું લપાતી,

આજે બહું યાદ આવે છે મા એ,

મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર……..

 

 

                                                  ડો.દશિઁકા શાહ.   

Posted in Uncategorized | Leave a comment